Gurjarsetu
Share on facebook
Share on twitter
Share on linkedin
Share on telegram

સારાંશ લેખન – આમંત્રણ અને રૂપરેખા

Reading Time: 2 minutes

ગુર્જર સેતુ પોતાના આગલા ચરણમાં જવા માટે તૈયાર છે. અત્રે આપેલી 35 પુસ્તકોની યાદી કે જે આપ સૌએ વાંચેલી છે, પસંદ કરી છે અને જીવનમાં ક્યાંક ને ક્યાંક એના સંદર્ભો પણ ઉતાર્યા છે.

ગુર્જર સેતુ આપ સૌને આમંત્રણ આપે છે કે જો તમને લાગે છે કે તમે આ પુસ્તક વિષે ટુંકમાં વિવરણ લખી શકો છો એટલે કે પુસ્તકનો સારાંશ લખી શકો છો અને એ પણ રસપ્રદ રીતે કે જેથી આપનું વિવરણ વાંચીને બીજા વાંચકોને પણ જે તે પુસ્તક વાંચવા પ્રેરણા મળે તો અમને એ પુસ્તકનું વિવરણ લખી ને મોકલાવો. અમે તમને આવકારીએ છીએ.

સારાંશ લખતા પેહલા આ વિડિઓ જોઈ લો

પુસ્તકો ની યાદી

સરસ્વતી ચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠી
સૌરાષ્ટ્ર ની રસધારઝવેરચંદ મેઘાણી
સત્ય ના પ્રયોગોમહાત્મા ગાંધી
માનવી ની ભવાઈપન્નાલાલ પટેલ
પીળા રૂમાલ ની ગાંઠહરકિશન મેહતા
ભદ્રં ભદ્રરમણભાઈ નીલકંઠ
હિમાલય નો પ્રવાસકાકાસાહેબ કેલકર
આશ્કા મંડલઅશ્વિની ભટ્ટ
છ અક્ષર નું નામરમેશ પારેખ
જડ ચેતનહરકિશન મેહતા
ભારેલો અગ્નિરમણલાલ દેસાઈ
કલાપી નો કેકારવકલાપી
કર્મ નો સિદ્ધાંતહિરાભાઇ ઠક્કર
અસૂર્યલોકભગવતીકુમાર શર્મા
કરણ ઘેલોનંદશંકર મેહતા
પ્રભાત ના પુષ્પોવજુ કોટક
સોક્રેટીસમનુભાઈ પંચોલી
અગનપંખ અબ્દુલ કલામ
દરિયાલાલગુણવંત આચાર્ય
મારી જન્મ ટીપવિનાયક સાવરકર
Power of subconcious mindર્ડો જોસેફ મરફી
સાક્ષી ભાવનરેન્દ્ર મોદી
ગેબી ગિરનારઅનંતરાય રાવલ
જગ્ગા ડાકુ ના વેર ના વળામણાંહરકિસન મેહતા
અભિજ્ઞાન શાકુન્તલમકાલિદાસ
ડોલર વહુસુધા મૂર્તિ
ગીતાંજલિરવીન્દ્રનાથ ટાગોર
તારક મેહતા નો ટપુડોતારક મેહતા
બ્રહ્માંડ ની કથામનુભાઈ મેહતા
સફળતા મેળવીયે ને શ્રીફ્ળતા કેળવીએદૌલતભાઈ દેસાઈ
આરોગ્ય ની ચાવીમહાત્મા ગાંધી
હિન્દૂ ધર્મ ની આખ્યાયિકાઓનાનાભાઈ ભટ્ટ
સરદાર – મહા માનવદિનકર જોશી
ચાણક્ય નીતિચાણક્ય

સારાંશ લખવા માટે ની માર્ગદર્શિકા

અત્રે પ્રસ્તુતાં યાદી માં થી તમારું મનપસંદ પુસ્તક કે જે તમે વાંચેલું છે તે પસંદ કરો અને નીચેના નિયમો ધ્યાનમાં રાખી અમને તમારું પુસ્તકનું વિવરણ એટલે કે સારાંશ મોકલી આપો.

  1. પુસ્તકની સારાંશ ફકત ગુજરાતી ભાષામાં હોવો જોઈએ.
  2. આપનું વિવરણ હસ્તલિખિત ના હોવું જોઈએ, મોબાઈલ અથવા કમ્પ્યુટરની મદદથી એને ટાઈપ કરીને મોકલવું.
  3. બને તો આપના વિવરણ ની પીડીએફ ફાઈલ બનાવી અને મોકલવી
  4. એક પુસ્તક ના એક થી વધુ વિવરણ આવે તો કયું વિવરણ પસંદ કરવું તેનો નિર્ણય અમારા હસ્તક રહેશે.
  5. આ યાદી સિવાયના બીજા કોઈ પુસ્તકનું વિવરણ હાલ પૂરતું સ્વીકારવામાં નહીં આવે
  6. વિવરણ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે તમે પુસ્તક અંગે નો અંગત અભિપ્રાય નથી આપી રહ્યા. તમારે કોઈ નિર્ણય નથી આપવાનો કે આ પુસ્તક વંચાય જ કે ના જ વંચાય. તમારે પુસ્તક નો સારાંશ આપવાનો છે. પુસ્તક વાંચવું કે ના વાંચવું તે વાચકો પર છોડી દેવું.

સારાંશ અપલોડ કરવા માટે:

  1. https://gurjarsetu.org/contribute/ – આ લિંક ને ક્લિક કરો
  2. ત્યાં જઈને, writing વાળા ટેબ ને સિલેક્ટ કરવો
  3. Connect Now નું બટન દેખાશે, ત્યાં જઈને submit કરી શકાય.
  4. જો કાંઈ પણ અડચણ પડે તો વિશાલ ભાઈ પટેલ નો સંપર્ક કરવો – +918980223555
Subscribe To Our Newsletter

Get updates and learn from the best

Table of Contents

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

Top Post